નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નવા સંસદ ભવનની અંદરની તસ્વીરો જાહેર કરી છે. રિપોર્ટસમાં જણાવ્યા અનુસાર, નવા સંસદ ભવનનું નિર્માણકામ જોરશોરથી ચાલી રહ્યું છે. સંસદની નવી બિલ્ડીંગનું ઉદ્ધાટન બે મહિના બાદ માર્ચ મહિનામાંથી થવાની સંભાવના છે. જો માર્ચમાં નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થશે, તો સંભાવના છે કે, બજેટ સત્રનું બીજૂ સેશન નવી બિલ્ડીંગમાં યોજાશે.
આપને જણાવી દઈએ કે, નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. તેને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવામાં આવી રહ્યો છે. નવા ભવનમાં મોટો હોલ, એક લાઈબ્રેરી, પાર્કિંગની વ્યવસ્થા અને અન્ય કક્ષ બનાવ્યા છે. હોલ અને બનાવામાં આવેલી ઓફિસ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જિત છે. આગળની તસ્વીરોમાં જોઈ શકશો કે અંદરથી કેવું દેખાય છે નવું સંસદ ભવન.