નવી દિલ્હીઃ કૃષિ કાયદા (New Agriculture Laws) ની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)નો આજે 43મો દિવસ છે. ખેડૂતો આજે દિલ્હીના ચારે તરફ ટેક્ટર માર્ચ (Tractor March)નું આયોજન કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ માર્ચમાં 60 હજાર ટ્રેક્ટર સામેલ થયા છે. આ માર્ચ સિંઘુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલપલ અને પલપલથી ગાજીપુર સુધી આયોજિત કરવામાં આવી રહી છે.