

દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicles) પોલિસી હેઠળ મોટી સબસડી અને છૂટની સુવિધાઓ શરૂ કરી છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી અંતર્ગત તમને વધુ ઇન્સેન્ટિવ મળશે. અને આ લાભ તમે ટૂ વ્હીલર અને ત્રી વ્હીલર ઇલેક્ટ્રિક વહાન પર મેળવી શકશો. આ માટે તમને 30 હજાર રૂપિયા ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવશે. આ હેઠળ કોઇ પણ કસ્ટરમર જો ફોર વ્હીલર ખરીદે છે તો તેને 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે.


સીએમ કેજરીવાલે આશા વ્યક્ત કરી છે કે 5 વર્ષમાં 5 લાખમાં 5 લાખ નવી ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે. ઇલેક્ટ્રિક વાહન નીતિને લાગુ કરવા માટે ઇવી સેલ સ્થાપિત કરવામાં આવશે. આ પોલીસીમાં રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરવામાં આવશે અને રોડ ટેક્સમાં પણ છૂટ મળશે.


દિલ્હીમાં 1 વર્ષની અંદર 200 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ 3 કિલોમીટરમાં એક ચાર્જિંગ સ્ટેશન હોય તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. જેથી તમારી ગાડી સરળતાથી ચાર્જ થઇ શકે. આ સાથે જ એક સ્ટેટ ઇલેક્ટ્રીક વ્હીકલ બોર્ડ બનાવવામાં આવશે જેના અધ્યક્ષ રાજ્યના ટ્રાંસપોર્ટ મિનિસ્ટ હશે. સાથે એક સમર્પિત ઇવીસેલ બનાવવામાં આવશે જે પૂરી નીતિને લાગુ કરવામાં સહાયતા કરશે