Home » photogallery » national-international » PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

માતા-પિતા દીકરીનું ઘર વસાવે એ તો આપણે સૌએ સાંભળ્યું હશે, પણ મેઘાલયની એક યુવતીએ પોતાની માતા માટે કંઈક એવું કર્યું છે, જેની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હવે આ માં અને દીકરીની કહાની વાયરલ થઈ રહી છે. આજતકના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, શિલોન્ગની રહેવાસી દેબાર્તીએ પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા છે. તેણે પોતાની ઈંસ્ટા પેજ પર લગ્નનો વીડિયો અને ફોટો પણ શેર કર્યા છે.

विज्ञापन

  • 15

    PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

    શિલોન્ગની રહેવાસી દેબાર્તી ચક્રવર્તીએ 50 વર્ષની ઉંમરમાં પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા છે. પિતાના મોત બાદ માતા એકલી જિંદગી પસાર કરતી હતી. દીકરીએ માતાના લગ્ન માટે ઘણી વાર કહ્યું. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા દેબાર્તી જણાવે છે કે, હવે 50 વર્ષની ઉંમરમાં માતા લગ્ન માટે રાજી થઈ ગયા છે. હવે મમ્મી બહું ખુશ છે. (Credit/Instagram/Deb Arti Ria Chakravorty)

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

    દેબાર્તીએ મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેના પિતા શિલોન્ગમાં ડોક્ટર હતા. નાની હતી ત્યારે જ તેમનું મોત થઈ ગયું. ત્યારથી તેની મમ્મી એકલુ જીવન પસાર કરે છે. અને તેમની ઉંમર પણ તે સમયે ખૂબ નાની હતી. (Credit/Facebook/Deb Arti Ria Chakravorty)

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

    દેબાર્તી કહે છે કે, પિતાના મોત બાદ મમ્મી તેને લઈને તેની નાનીના ઘરે રહેવા જતી રહી. બાદમાં ત્યાં ભણવાનું શરુ કર્યું. દેબાર્તી કહે છે કે, હું હંમેશા વિચારતી હતી કે, મમ્મી પોતાના માટે એક લાઈફ પાર્ટનર શોધી લે, પણ તેમને મારી ચિંતા હતી. (Credit/Instagram/Deb Arti Ria Chakravorty)

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

    દેબાર્તીના જણાવ્યા અનુસાર, પિતાના મોત બાદ પ્રોપર્ટીને લઈને પરિવારમાં ઝઘડો થયો હતો. આ બધી વાતોમાં મમ્મી ફસાઈ ગઈ. (Credit/Instagram/Deb Arti Ria Chakravorty)

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: દીકરીએ વસાવ્યું મમ્મીનું ઘર, પિતાના નિધન બાદ એકલવાયું જીવન જીવતી માતાના બીજા લગ્ન કરાવ્યાં

    દેબાર્તીનું કહેવું છે કે, માને બીજા લગ્ન માટે મનાવવામાં ખૂબ સમય લાગ્યો. બાદમાં આ વર્ષે તેમના લગ્ન બંગાળમાં સ્વપન સાથે થઈ ગયા. હવે તેમને મમ્મી લગ્ન બાદ ખૂબ જ ખુશ છે. (Credit/Instagram/Deb Arti Ria Chakravorty)

    MORE
    GALLERIES