

બંગાળની ખાડીમાં ઊભા થયેલું સુપર સાઇક્લોન (Super Cyclone Amphan) પશ્ચિમ બંગાળ (West Bengal)ના દરિયાકાંઠે ટકરાયું છે. જે પછી 21 વર્ષ પછી વાવાઝોડાના કારણે મોટો વિનાશ થવાની ભીતી લોકોના મનમાં જાગી છે. વાવાઝોડા અમ્ફાનના આવતા જ ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળના એક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદે ઠેર ઠેર વૃક્ષોને જમીનદોસ્ત કર્યા છે.


પશ્ચિમ બંગાળમાં NDRPની ટીમ ખડે પગે છે. અહીંના મિદનાપુર જિલ્લાના દીઘા અને ઓડિસ્સા સીમ વચ્ચે આવેલા રસ્તા પર અનેક વૃક્ષો જમીનદોસ્ત થતા NDRFની ટીમે વૃક્ષો કાપી રસ્તો લોકો માટે ખુલ્લો કર્યો હતો.


આ સુપર ચક્રવાત અમ્ફાને હવે પશ્ચિમ બંગાળને ટકરાતા લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ પ્રક્રિયા ચાલુ અને પૂર્ણ થવામાં 2 થી 3 કલાકનો સમય રહેશે. જે દરમિયાન આ વાવાઝોડું જાન માલને નુક્શાન પહોંચાડી શકે છે.


આ સુપર સાઇક્લોનના કારણે ઓડિસ્સામાં આજે સવારથી ભારે હવા સાથે વરસાદ પડી રહ્યો છે. જેણે અહીં રહેતા અનેક લોકોની મુશ્કેલી વધારી છે.


કોલકાત્તાના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે એક મહિલા વરસતા વરસાદમાં પોતાના બાળક સાથે જઇ રહેલી નજરે પડે છે. (ફોટો- Reuters)