

અમ્ફાન તોફાન (Cyclone Amphan)ના કારણે કોલકાતા (Kolkata) અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના અનેક વિસ્તારોમાં ભારે તરાજી સર્જી છે. અનેક વિસ્તારો હાલ તેવા બહેલા થયા છે કે ઓળખવા મુશ્કેલ પડે. લોકો ટ્વિટર પર અનેક જગ્યાએ એ અમ્ફાનની તસવીરો શેર કરી રહ્યા છે તમે પણ જુઓ.


અમ્ફાન તોફાનના કારણે કોલકાતા અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારમાં સ્થિતિ કફોડી થઇ છે. ભારે વરસાદ અને તે પછી તેજ હવા અને ચક્રવાતે અહીંના સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધુ છે. અને લોકોની મુશ્કેલી વધારી છે.


આ છે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કોલકાતા હવાઇ અડ્ડો જેના પર અમ્ફાનના કારણે વરસાદનું પાણી ભરાઇ ગયું છે. જેથી તેવું લાગે છે કે જાણે તળાવની વચ્ચે પ્લેન ઊભા હોય!


એજેસી બોસ રોડ પર એક તરફ તમે અમ્ફાન પહેલા અને પછીની તસવીરો જોઇ શકો છો. જુઓ કેટલું નુક્શાન આ મહાચક્રવાતે કોલકત્તામાં કર્યું છે.


ટ્વિટર પર સ્નાનિક લોકોએ આ તસવીર શેર કરી છે. જેમાં એક વિશાળ ક્રેન પણ વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થઇ ગઇ છે (Photo- Twitter)