ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કરવા આજે સપાના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન પણ પહોંચ્યા. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમની સાથે તેમનો દીકરો અબ્દુલ્લા આઝમ પણ હાજર હતો. આજમ ખાનના પહોંચતા જ મુલાયમ સિંહનો પરિવાર ભાવુક થઈ ગયો.