નવી દિલ્હી: ભારત કોરોના (Coronavirus) સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign) ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે 21મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 10થી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 5 રાજ્યમાં એક દિવસમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. (પ્રતીકાત્મક તસવીર)
ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign)નું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 44,49,552 લોકોને કોવિડ વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,899 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 107 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,90,183 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં 24 કલાકમાં વડોદરામાં 70, અમદાવાદમાં 52, સુરતમાં 38, રાજકોટમાં 41, આણંદમાં 5, જૂનાગઢમાં 11, ગીરસોમનાથમાં 3, અમરેલી 3, બનાસકાંઠમાં 5, ગાંધીનગરમાં 7, જામનગરમાં 4, કચ્છમાં 4, મોરબીમાં 4, નર્મદામાં 4, દાહોદમાં 3, ખેડામાં 2, મહીસાગરમાં 3, મહેસાણામાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, છોટાઉદેપુર, પોરબંગર, તાપીમાં 1-1 કેસ મળીને કુલ 283 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
બીજી તરફ, બોટાદ, ડાંગ, પાટણ, અને સુરેન્દ્રનગર, અમદાવાદ, અરવલ્લી, નવસારી સહિત 8 જિલ્લામાં માં 0 કેસ નોંધાયા છે. હાલમાં ડાંગ, બોટાદ, અને પાટણ જિલ્લામાં કોવીડ 19ના એક પણ એક્ટિવ કેસ નથીજ્યારે છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિના મોત થતા કુલ મૃત્ય આંક 4391એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં કુલ 2956 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ પૈકીના કુલ 2928 દર્દીઓએ સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ 2,55,059 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. (REUTERS/Francis Mascarenhas)
ગુજરાતમાં 924 કેન્દ્રો પર કુલ27,065 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે કુલ 4,19,519 વ્યક્તિઓનું રસીકરણ સમાપ્ત થયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને કોરોનાની રસીની આડઅસર જોવા ન મળી હોવાનો સરકારનો દાવો છે. રાજ્યનો કોરોનાનો રિકવરી દર 97.20 ટકાએ પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)