

Coronavirus in India: દેશમાં કોરોના સંક્રમણ સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં કોવિડ વેક્સીનેશન (Corona Vaccination)ના પહેલા ચરણમાં અત્યાર સુધીમાં 23.55 લાખથી વધુ લોકોને રસી (Covid Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ દેશમાં સંક્રમણ (Coronarirus)નું જોર પણ નબળું પડી રહ્યું હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,666 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 123 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,07,01,193 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 73 હજાર 606 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,301 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,73,740 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,53,847 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,43,38,773કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,25,653 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણના (corona Vaccination) અભિયાનની વચ્ચે કોરોનાના (Coronavirus) વળતા પાણી સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 353 જ નવા કેસ (Gujarat Corona cases) નોંધાયા છે જ્યારે તેની સામે 462 દર્દી સાજા થયા છે. જોકે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 95,909 વ્યક્તિને (Gujarat corona Vaccine Meter) રસી મળી ચૂકી છે. આ અભિયાનમાં વધુ 3,787 વ્યક્તિનો ઉમેરો થયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 75, વડોદરામાં 85, રાજકોટમાં 64, પંચમહાલમાં 9, સાબરકાંઠામાં 9, મોરબીમાં 6, સુરતમાં 6, ભરૂચમાં 5, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, કચ્છમાં 5, નર્મદામાં 5 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ભાવનગરમાં 4, ગીરસોમનાથમાં 4, અમરેલીમાં 3, આણંદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, જામનગરમાં 5, ખેડામાં 3, મહીસાગરમાં 2, મહેસાણામાં 2, પાટણમાં 2, અરવલ્લી 1, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1 એમ કુલ 353 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં કુલ 3976 એક્ટિવ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 3933 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,51,862 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 4382 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં એક મોત થતા મૃત્યુનો આંકડો સાવ ઘટી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)