Coronavirus in India: ભારતમાં કુલ 15,82,201 લોકોને કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. તેની સાથે સારા સમાચાર એ છે કે હવે માત્ર 1.70 ટકા એક્ટિવ કેસ (Corona Active Cases) રહ્યા છે. આમ રિકવરી રેટ (Covid Recovery Rate)માં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,849 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 155 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,54,533 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 3 લાખ 16 હજાર 786 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,948 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,84,408 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,339 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (REUTERS/Francis Mascarenhas)
ગુજરાતની વાત કરીએ તો, 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 423 કેસ નોંધાયા છે. જેની સામે 702 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4375 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.39 ટકા છે. રાજયમાં આજે 31,116 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)