Coronavirus in India: ભારતમાં કુલ 10,43,534 લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડાક દિવસમાં કોરોના સંક્રમિતના કેસોમાં આંશિક વધારો પણ જોવા મળ્યો છે. પણ રાહતની વાત એ છે કે રિકવરી રેટ વધતાં મૃત્યુઆંક 200થી નીચે આવી ગયો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,545 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 163 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 53 હજાર 32 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 18,002 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,88,688 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 96.8 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,53,032 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 471 કેસ નોંધાયા છે. જેની સામે 727 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4372 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.17 ટકા છે. રાજયમાં આજે 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 35,851 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)