

નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધીમાં કુલ 82,63,858 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,194 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 92 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,04,940 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 6 લાખ 11 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,106 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,37,567 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,642 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,62,30,512 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 6,97,114 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં 279 નવા કેસ નોંધાયા હતા જ્યારે 283 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.67 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4400 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,64,997 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલ 1763 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 1734 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધ કુલ 2,58,834 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)