

નવી દિલ્હી: કોવિડ-19 સામે ભારતમાં જંગ ચાલી રહ્યો છે કોરોના વેક્સીનના અભિયાન (Corona Vaccination Campaign)ના માધ્યમથી. દેશમાં અત્યાર સુધીમાં 75 લાખ લોકોનું રસીકરણ (Covid Vaccination) કરવામાં આવી ચૂક્યું છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં અત્યાર સુધીમાં કુલ 75,05,010 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,309 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 87 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,80,603 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 89 હજાર 230 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 15,858 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,35,926 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,447 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,47,89,784 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 7,65,944 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતની વાત કરીએ તો, 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 285 કેસ નોંધાયા છે. જેની સામે 302 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4399 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.66 ટકા છે. રાજયમાં આજે 27,657 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,41,788 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 49, સુરતમાં 46, વડોદરામાં 77, રાજકોટમાં 47, ગાંધીનગરમાં 9, ગીર સોમનાથમાં 8 સહિત કુલ 285 કેસ નોંધાયા છે. આજે અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા,. પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ કુલ 13 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયા છે. બીજી તરફ અમદાવાદમાં 62, વડોદરામાં 115, રાજકોટમાં 47, સુરતમાં 23, મોરબીમાં 10 સહિત કુલ 302 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)