Home » photogallery » national-international » દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

ભારતમાં હાલમાં માત્ર 2,08,012 કોરોનાના એક્ટિવ કેસ, કુલ મૃત્યુઆંક 1,52,419એ પહોંચ્યો

विज्ञापन

  • 17

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    Coronavirus in India: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન આગળ ધપી રહ્યું છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યા પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,788 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 145 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,71,773 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 11 હજાર 342 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,457 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,08,012 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,419 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 37

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,70,93,036 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં માત્ર 5,48,168 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 47

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    ગુજરાતમાં (Gujarat) 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4365 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.79 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 99, સુરતમાં 86, વડોદરામાં 89, રાજકોટમાં 76, જામનગરમાં 17, કચ્છમાં 16, જૂનાગઢ, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 14-14, ભરુચમાં 10, દાહોદ, ગીર સોમનાથમાં 9-9 સહિત કુલ 518 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયો છે. બીજી તરફ અમદાવાદમાં 176, સુરતમાં 132, વડોદરામાં 66, રાજકોટમાં 172, સાબરકાંઠામાં 19, જામનગરમાં 17 સહિત 704 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    દેશમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 13,788 નવા કેસ નોંધાયા, 145 દર્દીનાં મોત

    ગુજરાતમાં અત્યારે કુલ 6400 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 56 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6347 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,45,107 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES