

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની વેક્સીનેશન (Corona Vaccination)નું અભિયાન ચાલુ થાય તે પહેલા સંક્રમિત (Corona Positive) થયેલા દોઢ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા 1 કરોડની નજીક પહોંચી ગઈ છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,088 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 264 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,74,932 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 99 લાખ 97 હજાર 272 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 21,314 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,27,546 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,50,114 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 17,74,63,405 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 9,31,408 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર- ICMR)


ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ફક્ત 655 નવા કેસ આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 868 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે જ્યારે રિકવરી દર વધીને 94.87 ટકા એ પહોંચ્યો છે. દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસથી વધુ 4 દર્દીનાં મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં 141, સુરતમાં 124, વડોદરામાં 124, રાજકોટમાં 73, ખેડામાં 16, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, સુરેન્દ્રનગરમાં 12, દાહોદમાં અને મહેસાણામાં 11, જામનગરમમાં 16, ભરૂચ, ગીરસોમનાથ અને મોરબીમાં 8-8 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત, બનાસકાંઠામાં 6, જૂંનાગઢમાં 10, આણંદ, નર્મદા, સાબરકાંઠામાં 5-5, નવસારી, પંચમહાલ, પાટણમાં 4-4, ભાવનગરમાં 4, છોટાઉદેપુર, વલસાડામાં 3-3, અમરેલી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 2, બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાં 1-1 કેસ મળીને કુલ 655 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલમાં 8830 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આ પૈકીના 59 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 8771 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 2,35,426 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના કારણે અત્યારસુધીમાં 4325 દર્દીઓનાં મોત થયા છે જેમાં આજે અમદાવાદમાં 2, અમરેલીમાં 1, સુરતમાં એક મળીને કુલ 4 નવા કેસનો સમાવેશ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)