

Coronavirus in India: ભારતમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination)ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ એક દિવસમાં નોંધાતા કોવિડ-19 સંક્રમિત કેસોમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, ઉપરાંત મૃત્યુઆંક પણ ઘટ્યો છે. તેની સાથોસાથ એક્ટિવ કેસોના મામલે ભારત હવે 13મા નંબર પર આવી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,584 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 167 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,79,179 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 1 લાખ 11 હજાર 294 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 18,385 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,16,558 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,327 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,26,52,887 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 8,97,056 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી શરૂ થઈ ગયા છે. રાજ્યમાં આજે 11મી જાન્યુઆરીએ સાંજે 5.00 વાગ્યાની સ્થિતિ મુજબ કુલ 615 નવા કેસ નોંધાયા છે જ્યારે વાયરસની મ્હાત આપીને કુલ 746 દર્દી ઘરે પરત ગયા છે. આમ રાજ્યમાં કોરોના વેક્સિન પહેલાં જ કાબૂમાં છે. (પ્રતીકાત્મક તસવીર)


24 કલાકમાં અમદાવાદમાં 128, સુરતમાં 129, વડોદરામાં 122, રાજકોટમાં 60, દાહોદમાં 14, મહેસાણામાં 12, ગાંધીનગરમાં 19, જામનગરમાં 14, કચ્છમાં 11, ખેડામાં 10, આણંદમાં 9. સાબરકાંઠામાં 9, નર્મદામાં 8, બનાસકાંઠામાં 7, ભાવનગરમાં 8, જૂનાગઢમાં 11. મહીસાગર, પંચમહાલમાં 7-7, ભરૂચ, મોરબીમાં 6-6, દેવભૂમિ દ્વારકા, ગીરસોંમનાથ, નવસારી, સુરેન્દ્રનગર, વલસાડમાં 3-3, અમરેલીમાં 2, અરવલ્લી, છોટાઉદેપુર, તાપીમાં 1-1 મળી કુલ 615 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 7695 કેસ એક્ટિવ છે અને 60 દર્દી વેન્ટિલેટર પર છે. આ પૈકીના 7635 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં 2,40,517 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. રાજ્યમાં કુલ 7347 દર્દીઓનાં મોત થયા છે જે પૈકીના અમદાવાદમાં 2, સુરતમાં 1 મળીને કુલ 3 નવા મોતનો સમાવેશ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)