

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,645 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 201 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,50,284 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 75 હજાર 950 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,299 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,23,335 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,50,999 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,10,96,622 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 8,43,307 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (તસવીર- ICMR)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 675 કેસ નોંધાયા છે. જેની સામે 851 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 5 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4340 થયો છે. આજે રાજ્યમાં કુલ 47,506 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.10 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 129, સુરતમાં 123, વડોદરામાં 121, રાજકોટમાં 90, જૂનાગઢમાં 22, જામનગરમાં 20, મહેસાણમાં 17, કચ્છમાં 16, ગાંધીનગરમાં 14, ગીર સોમનાથમાં 13, દાહોદ, ખેડામાં 12-12, પંચમહાલમાં 10, બનાસકાંઠા, નર્મદામાં 9-9 સહિત સહિત કુલ 675 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં કોરોનાના કારણે એક દિવસમાં 5 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે સુરત, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 151, સુરતમાં 159, વડોદરામાં 241, રાજકોટમાં 87, મહેસાણામાં 23, કચ્છમાં 21, ગાંધીનગરમાં 20, જૂનાગઢમાં 18, ખેડામાં 17 સહિત 851 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)