

નવી દિલ્હી : સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડીયા (Serum Institute of India)એ શુક્રવારે કહ્યું કે, બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill & Milinda Gates Foundation) ભારતમાં 10 કરોડ કોવિડ-19 વેક્સીન (COVID-19 Vaccine) તૈયાર કરવા માટે 150 મિલિયન ડોલરનું ફન્ડીંગ આપશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ આ સિવાય Astra Zeneca અને Novavax સાથે મળી કોવિડ-19 વેક્સીન તૈયાર કરવા પર કામ કરી રહી છે. બંને કંપનીઓ સાથે કરાર હેઠળ સીરમ ઈન્સ્ટીટ્યૂટ બે કોવિડ-19 વેક્સીન માટે લગભગ 3 ડોલર સુધીનો ચાર્જ (COVID-19 Vaccine Price in india) વસૂલી શકશે. દુનિયાની સૌથી મોટી વેક્સીન મેકરમાં સામેલ સીરમ ઈન્સ્ટીટ્યૂટને ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી આ ફન્ડીંગ ઈન્ટરનેશનલ વેક્સીન અલાયન્સ GAVI દ્વારા મળી શકશે.


સીરમ ઈન્સ્ટીટ્યૂટે શુક્રવારે કહ્યું કે, કંપની દ્વારા રિસ્ક મેન્યુફેક્ચરિંગને આ ફંડ સપોર્ટ કરશે, જેનાથી Astra Zeneca અને Novavax સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવી રહી છે. જો આ વેક્સીનને તમામ પ્રકારના લાયસન્સ પ્રાપ્ત થઈ જાય છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO - World Health Organization)ના માનદંડો પર તે ખરી ઉતરે છે તો તેને પ્રોક્યોરમેન્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. Novavax ઈંકે બુધવારે કહ્યું કે, સંભવિત કોવિડ-19 વેક્સીનના ડેવલપમેન્ટ અને કોમર્શિયલાઈઝેશન માટે તેને સીરમ ઈન્સ્ટીટ્યૂટ સાથે સપ્લાય અને લાયસન્સની મંજૂરી મળી ગઈ છે.


સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે સીરમ - સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડીયા સૌથી વધારે વેક્સીન ડોઝ તૈયાર કરવાની ક્ષમતા રાખતી દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. હવે આ કંપની પાસે ભારતમાં વેક્સીન માટે એક્સક્લૂસિવ રાઈટ્સ હશે. સાથે જ મહામારીના સમયગાળા માટે તેની પાસે અન્ય દેશો માટે નોન-એક્સક્લૂસિવ ડીલ હશે. જોકે, તેમાં એવા દેશ નહીં સામેલ હોય, જેને વિશ્વ બેન્કે અપર-મિડલ ક્લાસ અથવા ઉચ્ચ ઈન્કમવાળા દેશ જાહેર કર્યા છે.


વેક્સીન તૈયાર કરવા માટેની ટેકનીકમાં દમદાર છે નોવાવેક્સ - ગત મંગળવારે નોવાક્સે દાવો કર્યો હતો કે, તેની વેક્સીનને કોરોના વાયરસ વિરુદ્ધ પર્યાપ્ત એન્ડીબોડી તૈયાર કરવામાં મદદ મળી છે. જોકે, આ શરૂઆતના સ્ટેજના ક્લિનિકલ ટ્રાયલ હતા. કંપનીએ કહ્યું કે, સપ્ટેમ્બરના અંત સુધી તે મોટા સ્તર પર ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી શકે છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટના મુખ્ય કાર્યકારી અધિકારી આદર પુનાવાલા(Adar Poonawalla)એ કહ્યું કે, Novavax સાથે મળીને અમે મેલેરિયાની વેક્સીન તૈયાર કરેલી છે. અમને ખબર છે કે, તેમની વેક્સીન ટેક્નોલોજી કેટલી શાનદાર છે.


ઓક્સફોર્ડની વેક્સીનથી ગણી આશા - આ પહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટે બ્રિટન-સ્વીડનની કંપની Astra Zeneca સાથે પાર્ટનરશિપ કરી હતી. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા એ(DCGI) આ વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.