Home » photogallery » national-international » COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

ભારતમાં કોવિડ-19 સામે લડતાં કુલ 4,22,022 દર્દીઓએ જીવ ગુમાવ્યો, હાલમાં 3,99,436 એક્ટિવ કેસ

  • 17

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    India Covid-19 Updates, 28 July 2021: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ((Corona Cases in India) માં દરરોજ વધઘટ જોવા મળી રહી છે. કોઈક દિવસે કોરોના (Covid-19)નો ગ્રાફ નીચે જોવા મળતા રાહત લાગે છે અને બીજા જ દિવસે આંકડામાં મોટો ઉછાળો જોવા મળતાં ચિંતામાં વધારો થાય છે. કોરોનાની ત્રીજી લહેરને ચેતવણીની વચ્ચે કોરોના વાયરસના વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફરી 4૦ હજારથી વધારે કેસ નોંધાયા છે અને 600થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,654 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 640 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 44,61,56,659 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 6 લાખ 63 હજાર 147 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,678 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,99,436 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,22,022 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 47

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 46,09,00,978 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 17,36,857 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    ગુજરાત (Corona Cases in Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે, જ્યારે 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને કારણે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં મંગળવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 3,21,75,416 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    ગુજરાતમાં અત્યારે કુલ 285 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં એક પણ દર્દીનું મોત થયું નથી. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    COVID-19 in India: કોરોનાના નવા કેસોમાં ભારે ઉછાળો, 24 કલાકમાં 43654 નવા કેસ, 640 દર્દીનાં મોત

    સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 2,પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES