COVID-19 Updates in India, 24 June 2021: દેશવાસીઓને કોરાનાની બીજી લહેર (Corona Second Wave)માં આંશિક રાહત મળી છે પરંતુ કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે, જેની સામે 2 કરોડ 90 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ, કુલ મૃત્યઆંક 3 લાખ 91 લાખને પાર પહોંચી ગયો છે. પણ રાહતની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.27 લાખ જેટલા ઓછા થઈ ગયા છે. નોંધનીય છે કે, દેશમાં હાલ રિકવરી રેટ (Covid Recovery Rate) 96.6 ટકા છે. મહત્ત્વનું છે કે દેશમાં 30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 54,069 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,321 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,00,82,778 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 30,16,26,028 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોરોનાની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 90 લાખ 63 હજાર 740 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 68,885 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 6,27,057 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,91,981 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 138 કેસ નોંધાયા છે. જેની સામે 487 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19ના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10040 થયો છે. હાલમાં ફક્ત 4,807 દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે કુલ 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 4726 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 8,07,911 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. (પ્રતીકાત્મક તસવીર)