

નવી દિલ્લી : કોરોના વાયરસ (coronavirus)ના ભયાનક સંકટ સામે ઉભી રહેલી દુનિયા માટે હાલના સમયે Remdesivir એક આશા ભર્યો શબ્દ બનીને આવ્યો છે. અમેરિકાની ફાર્મા કંપની Gilead Sciences Incની દવા Remdesivirને કોરોના વાયરસ સંક્રમણની સારવારના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. બુધવારે Gilead તરફથી કહેવામાં આવ્યું છે કે Remdesivirના ત્રીજા ચરણના ટ્રાયલમાં પણ પોઝિટિવ પરિણામ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકો આતુરતાથી આ દવાના ત્રીજા ચરણના પરિણામની રાહ જોઈ રહ્યા હતા.


Remdesivirનો વિટ્રો (ટેસ્ટ ટ્યૂબ) અને vivo (શરીર પર પરિક્ષણ) ટેસ્ટ પ્રાણીઓ ઉપર પણ કરવામાં આવી ચૂક્યો છે. MERS and SARS પર આ દવાનો પ્રયોગ સફળ રહ્યો છે. કોરોના વાયરસ પણ આ બીમારીઓના પરિવારનો ભાગ છે. કંપનીનું કહેવું છે કે પ્રાણીઓ પર પરિક્ષણ પછી અમને અંદાજ આવ્યો કે આ દવાની અસર કોરોનાની સારવારમાં કરવામાં આવી શકે છે.


કંપનીએ બતાવ્યું કે 22 માર્ચે Remdesivirના compassionate-useમાં મોકલવાની માંગણી આવી છે. compassionate-use તે સારવારને કહેવામાં આવે છે જેનો ડોક્ટર ઉપયોગ તો કરે છે પણ તેનો પૂરી રીતે બીમારીને લઈને ટેસ્ટ થયા હોતા નથી. સારવાર દરમિયાન જ્યારે કોઈ થેરેપીનો ઓપ્શન ના હોય તો ડોક્ટર તેનો ઉપયોગ કરે છે.