Covid-19 Second Wave Updates 10 June 2021: શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 84,332 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,002 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,93,59,155 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 24,96,00,304 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
[caption id="attachment_1104355" align="alignnone" width="1200"] ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 જૂન, 2021 સુધીમાં ભારતમાં કુલ 37,62,32,162 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શનિવારના 24 કલાકમાં 19,20,477 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.</dd> <dd>[/caption]
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 481 કેસ નોંધાયા છે. જેની સામે 1256 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9985 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા છે. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 72 સુરતમાં 85, વડોદરામાં 88, રાજકોટમાં 34, જૂનાગઢમાં 29, જામનગરમાં 19, ગીર સોમનાથમાં 15, ગાંધીનગર, અમરેલી, ભરુચમાં 12-12, આણંદમાં 11, નવસારી, મહીસાગરમાં 10-10, ખેડા, પોરબંદરમાં 9-9, વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 7-7, પંચમહાલ, સાબરકાંઠામાં 6-6, મહેસાણામાં 5 સહિત કુલ 481 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે સુરત, મહીસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર અને તાપીમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 232, સુરતમાં 209, વડોદરામાં 294, રાજકોટમાં 41, જામનગરમાં 53, મહેસાણામાં 152, પાટણમાં 111, જૂનાગઢમાં 66, ભાવનગરમાં 53 સહિત કુલ 1526 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)