COVID-19 in India, 7 July 2021: ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ભલે ઓછો થયો હોય પરંતુ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારના 24 કલાકમાં કોરોના કેસોની સંખ્યા 43 હજારથી વધુ નોંધાઈ છે. આ ઉપરાંત જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પણ એક દિવસમાં 900થી વધારે નોંધાઈ છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને હવે 4,59,920 થઈ ગયા છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટમાં પણ સુધારો થતા તે 97.18 ટકા થઈ ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,733 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 930 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,06,63,665 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 36,13,23,548 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 97 લાખ 99 હજાર 534 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 47,240 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,59,920 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,04,211 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 9, રાજકોટ શહેરમાં 7, બનાસકાંઠામાં 5, વડોદરામાં 5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 3, ગીરસોમનાથમાં 2, જામનગરમાં 2, કચ્છમાં 2, વડોદરામાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે ફક્ત 2193 એક્ટિવ કેસ છે જે પાકીના 11 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 2182 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 8,11,699 દર્દીઓ સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)