COVID-19 in India, 22 June 2021: કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave)નો પ્રકોપ બિલકુલ ઓછો થયો હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. દેશવાસીઓ માટે મોટા રાહતના સમાચાર એ છે કે 91 દિવસ બાદ 50 હજારથી ઓછા લોકો એક દિવસમાં સંક્રમિત (Corona New Cases) થયા છે. આ ઉપરાંત 24 કલાકમાં નોંધાતા મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, દેશમાં હાલ રિકવરી રેટ (Covid Recovery Rate) 96.5 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,640 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,167 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,99,77,861 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 28,87,66,201 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 89 લાખ 26 હજાર 38 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 81,839 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 6,62,521 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,89,302 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 151 કેસ નોંધાયા છે. જેની સામે 619 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 2 દર્દીના મોત થયા છે. હવે કુલ મૃત્યુઆંક 10034એ પહોંચી ગયો છે. હાલમાં માત્ર 5639 દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે કુલ 113 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 5526 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 8,06,812 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. (પ્રતીકાત્મક તસવીર)