Coronavirus in India, 22 July 2021: દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)ની શક્યતા વચ્ચે કોરોના (Covid-19) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. તેની સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, 12 રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નોંધાયું નથી. 28 રાજ્ય એવા છે જ્યાં મૃત્યઆંક 10થી ઓછો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,383 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 507દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,12,57,720 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 41,78,51,151 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 22,77,679 લોકોને રસી આપવામાં આવી છે.
બુધવારે ગુજરાતના 24 જિલ્લા અને 3 મહાનગર પાલિકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે અન્ય જિલ્લામાં 1-8 કેસ નોંધાયા છે. આ પૈકીના સૌથી વધુ 8 કેસ વડોદરા મહાનગરમાં નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસના ફક્ત 389 કેસ એક્ટિવ છે જ્યારે આ પૈકીના ફક્ત 05 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં કુલ 8,14,109 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)