India Corona Cases, 25 July 2021: દેશમાં કોરોના (Coronavirus)ની ઝડપ ફરી એક વાર વધતી જોવા મળી રહી છે. કોરોનાની ત્રીજી લહેર (Covid Third Wave)ને લઈને પહેલા જ ચેતવણી જાહેર કરવામાં આવી ચૂકી છે. એવામાં કોરોના સંક્રમણ (Corona Infection) વધતા કેસ તમામ રાજ્યો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. બીજી તરફ, કોરોના રસીકરણ અભિયાન પણ વેગ પકડતું જઈ રહ્યું છે. શનિવારે 51 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ ઘટ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,742 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 535 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 43,31,50,864 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 51,18,210 લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 39 કેસ નોંધાયા છે. જેની સામે 42 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. અત્યાર સુધીમાં 3,13,07,617 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 2,96,092 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 10, સુરતમાં 9, વડોદરામાં 6, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 5, જૂનાગઢ, અમરેલીમાં 2-2, ભરૂચ, દાહોદ, નવસારી, પોરબંદરમાં 1-1 સહિત કુલ 39 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 11, સુરતમાં 4, વડોદરામાં 9, ગાંધીનગરમાં 6, જૂનાગઢમાં 4, દાહોદમાં 3, અમરેલી, બોટાદ, કચ્છ, મહેસાણા, વલસાડમાં 1-1 સહિત કુલ 42 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)