Home » photogallery » national-international » શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

બૂસ્ટર ડોઝ એન્ટિબોડીઝમાં દસ ગણો વધારો કરે છે અને ઓમિક્રોન જેવા કોવિડ વાયરસના નવા સ્વરૂપો સામે રક્ષણ પૂરું પાડે છે. બૂસ્ટર શૉટ એવા લોકોને મદદ કરી શકે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, તેઓને નવા સ્વરૂપ સામે લડવામાં મદદ કરે છે. HIV અથવા Cancer થી પીડિત લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે, જેના કારણે કોવિડથી ચેપ લાગવાનું જોખમ ખૂબ વધારે હોય છે, આ સ્થિતિમાં બૂસ્ટર શોટ તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એવું માનવામાં આવે છે કે, જેમણે કોવિડ-19 રસી લીધી છે અથવા કોવિડમાંથી સાજા થઈ ગયા છે તેમને બૂસ્ટરની જરૂર નથી, પરંતુ ધ્યાનમાં રાખો કે રસીની રોગપ્રતિકારક શક્તિ સમય સાથે ઘટતી જાય છે. આ સ્થિતિમાં, બૂસ્ટર ડોઝ લેવાથી કોવિડના નવા સ્વરૂપ સામે લડવા/ ટાળવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે બૂસ્ટર ડોઝ લેવાથી હાર્ટ-એટેકનું બિલકુલ જોખમ નથી. આવી સ્થિતિમાં, બૂસ્ટર શોટ લેતા ડરશો નહીં.

  • 15

    શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

    ઓમિક્રોન કોવિડ-19નું સ્વરૂપ છે. WHOએ તેને શરીરની રોગપ્રતિકારક શક્તિનો ભંગ કરવાની ક્ષમતા તરીકે ઓળખાવી છે. જેના કારણે લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા અને ચેપને રોકવા માટે બૂસ્ટર ડોઝની જરૂર છે. (ફોટો-રોયટર્સ)

    MORE
    GALLERIES

  • 25

    શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

    જે લોકો કોવિડ-19 થી સાજા થયા છે અથવા જેમણે કોવિડ રસી લીધી છે, તેઓ પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે. તેથી, આપણી સંરક્ષણ પ્રણાલી / રોગપ્રતિકારક શક્તિને સુધારવા માટે કોવિડનો બૂસ્ટર શોટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. (તસવીર-ન્યૂઝ18)

    MORE
    GALLERIES

  • 35

    શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

    આ સાવચેતીભર્યું ડોઝ કોવિડના નવા સ્વરૂપ – ઓમિક્રોન સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કારણ કે કોવિડથી સાજા થયેલા દર્દીની અથવા રસીની રોગપ્રતિકારક શક્તિ થોડા સમય પછી સમાપ્ત થઈ જાય છે અને નવું સ્વરૂપ આપણી રોગપ્રતિકારક શક્તિમાં પ્રવેશ કરવામાં સફળ થાય છે. આવી સ્થિતિમાં, કોવિડનો બૂસ્ટર ડોઝ ખૂબ અસરકારક છે. (તસવીર-ન્યૂઝ18)

    MORE
    GALLERIES

  • 45

    શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

    COVID-19 'ડેલ્ટા'નું બીજું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે, જે ઓમિક્રોન કરતાં પણ વધુ ખતરનાક છે. જો આપણે તાજેતરના કોવિડ કેસોને જોઈએ તો ડેલ્ટા અને ઓમિક્રોનથી સંક્રમિત કેસ વધુ જોવા મળી રહ્યા છે. આ ફોર્મ કોવિડની જૂની રોગપ્રતિકારક શક્તિને ભેદવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં, સાવચેતી-ડોઝ (Booster Shot)ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જે વાયરસ સામે લડવા માટે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. (તસવીર-PTI)

    MORE
    GALLERIES

  • 55

    શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

    સંશોધન મુજબ, COVID-19 નો બૂસ્ટર ડોઝ પ્રાપ્ત કરવાથી ચેપ અને ગંભીર બીમારીનું જોખમ ઘટાડી શકાય છે. આથી, COVID-19 બૂસ્ટર શૉટ મેળવવો અલગ અલગ રીતે મદદરૂપ થઈ શકે છે. બૂસ્ટર ડોઝ ફ્રન્ટ લાઇન કામદારો જેમ કે પોલીસ, ડોકટરો, નર્સો વગેરે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સમાજની સુરક્ષાની જવાબદારી તેમના ખભા પર રહે છે. (ફોટો-રોયટર્સ)

    MORE
    GALLERIES