

કોરોના સંકટની વચ્ચે અનેક તેવા લોકો છે જે બીજા રાજ્યોમાં કે જગ્યામાં ફસાઇ ગયા છે. અને તેમણે હવાઇ સફર કરીને પોતાના ગણત્વય સ્થાને પહોંચવું જરૂરી છે. આવા અનેક લોકો ઝડપી અને વધુ સલામાત યાત્રા માટે હવાઇ સફરને પસંદ કરે છે (Safe Flight Tips During Covid 19). ત્યારે તમારી આ હવાઇ સફર વધુ સલામત રહે તે માટે યાત્રાની પહેલા અને યાત્રા વખતે કેટલીક ખાસ ટિપ્સ અમે તમને જણાવી રહ્યા છીએ. જેથી તમારી અને તમારા પરિવારની સલામત હવાઇ યાત્રા બની શકે. ઉલ્લેખનીય છે કે 24 મેથી જ લોકડાઉન 4 અંતર્ગત સરકારે હવાઇ મુસાફરીને કેટલાક ખાસ ગાઇડલાન્સ હેઠળ છૂટ આપી છે. જો કારણે હવાઇ યાત્રા દરમિયાન મળતી અનેક સેવાઓમાં મોટો બદલાવ પણ કરવામાં આવ્યો છે. તો નીચેના લેખમાં વાંચો આ ટિપ્સ જે તમારી હવાઇ યાત્રા સુરક્ષિત કરવામાં તમારી મદદ કરી શકે છે.


હવાઇ યાત્રા દરમિયાન માસ્ક લગાવીને રાખો. સાથે જ તે ફેસ માસ્ક અને હેન્ડ ગ્લવસનો પણ ઉપયોગ કરો. પ્રયાસ કરો કે તમે યાત્રા દરમિયાન તમારા આંખો કે ચહેરાના કોઇને ભાગને ઓછામાં ઓછું અડો. અને તમારા હાથ સ્વસ્છ રાખો.


હવાઇ યાત્રામાં સૌથી સુરક્ષિત હોય છે વિન્ડો સીટ. પ્રયાસ કરો કે તમને આ સીટ યાત્રા દરમિયાન મળે. વધુમાં હવાઇ સફર વખતે અકારણે ઊભા થઇ અહીં તહીં ફરવાનું ટાળો.


વિમાનની અંદર પણ તમારે તમારી સુરક્ષાનો સંપૂર્ણ ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. પ્રયાસ કરો કે તમે અન્ય કોઇ વ્યક્તિના ઓછામાં ઓછા સંપર્કમાં આવો.


તમે હવાઇ યાત્રા દરમિયાન પોતાની સીટ છોડીને વારંવાર બાથરૂમ જવાનું ટાળો. આવું કરવું કોરોના સમયે ખતરનાક સાબિત થઇ શકે છે.


WHO ના અનુમાન મુજબ હવાઇ યાત્રા દરમિયાન એક વ્યક્તિની સીટની આગળ, પાછળ અને બાજુમાં બેઠેલો વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ શકે છે પણ આખું વિમાન નહીં.


હવાઇ યાત્રા માટે ભારત સરકારે કોરોના સમયમાં નવી ગાઇડ લાઇન્સ બહાર પાડી છે. તેને અનુસરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ બન્યું રહે તેવા તમામ પ્રયાસો કરો.