

લંડન : ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત એક કોરોના વાયરસ વેકસીનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે ઓક્સફોર્ડ દ્વારા બનાવેલી રસી બિલકુલ સુરક્ષિત છે અને પ્રતિરક્ષા પ્રણાલી (Immune System)ને પ્રશિક્ષિત કરે છે. 1077 લોકો પર કરેલા ટ્રાયલમાં સાબિત થયું છે કે ઇન્જેક્શનથી તે લોકોની એન્ટીબોડી અને સફેદ રક્ત કોશિકાઓ મળી જે કોરોના વાયરસ સામે લડી શકે છે. જોકે આ પહેલો ટ્રાયલ છે જે સફળ રહ્યો છે. હવે તેનો બીજો ટ્રાયલ શરૂ થશે. બ્રિટનને આ વેક્સીન માટે 100 મિલિયન ડોઝથી વધારેનો ઓર્ડર આપી દીધો છે.


ઉલ્લેખનીય છે કે આખી દુનિયા હાલના સમયે સૌથી વધારે જેની સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે તે કોરોના વેક્સીનની છે. દુનિયામાં 6 લાખથી વધારે લોકોના જીવ લેનાર આ મહામારીને ખતમ કરવા માટે વેક્સીનને બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચિકિત્સા ક્ષેત્રની દુનિયાની સૌથી પ્રભાવશાળી પત્રિકા ધ લૈંસેટના સંપાદક તરફથી રવિવારે કરેલા એક ટ્વિટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. રિચર્ડ હોર્ટને ટ્વિટ કર્યું હતું કે કાલે વેક્સીન. બસ કહી રહ્યો છું


ચીની કંપની પણ ટ્રાયલના ત્રીજા ફેઝમાં જવા તૈયાર - ચીની કંપની સિનોવેક બાયોટેક બ્રાઝિલમાં ત્રીજા ફેઝમાં જવા તૈયાર છે. બીજી તરફ ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાજેનેકા યૂકેમાં II/III અને દક્ષિણ આફ્રિકા-બ્રાઝિલમાં ત્રીજા ફેઝમાં છે. જર્મન કંપની બિનોટેક ફિઝર સાથે મળીને વેક્સીનને વિકસિત કરવાની તૈયારીમાં છે. ભારતમાં પણ બે વેક્સીન માનવ પરીક્ષણ ફેઝમાં છે.