

દિલ્હી : દેશમાં કોરોના વાયરસની સપીડ ધણી જ તીવ્રતાથી આગળ વધી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓએ આજે સાડા 17 લાખનો આંકડો પાર કરી દીધો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 54 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા છે. નવા કેસ મળ્યા પછી દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 લાખ 50 હજાર 723 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે ગુરૂવારે રેકોર્ડ 54 હજાર 735 દર્દીઓ વધ્યા અને 853 દર્દીઓએ જીવ ગુમાવ્યા. જ્યારે આ પહેલા શુક્રવારે 57,118 મામલા સામે આવ્યા હતા અને 764 લોકોની મોત થઇ હતી.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના અત્યાર સુધી 5 લાખ 67 હજાર 730 એક્ટિવ કેસ છે. કોરોના મહામારીના અત્યાર સુધી 37, 364 દર્દીઓના મોત થયા છે. જ્યારે 11, 45, 629 લોકો સ્વસ્થ થયા છે. કોરોના દર્દીઓન રિકવરી રેટ 64.44 ટકા થઇ ગયો છે. કોરોના વાયરસથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે.


મહારાષ્ટ્રમાં રોજના 9 હજારથી વધારે કોવિડ 19 કેસ સામે આવ્યા છે. શનિવારે પણ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 9601 મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 322 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 4,31,719 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાથી 2,66,883 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે અને 1,49,214 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 15,316 લોકોના જીવ ગયા છે.


ચેન્નઇ જે અત્યાર સુધી કોરોના વાયરસથી વધારે પ્રભાવિત ન હતો ત્યાં શનિવારે કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખનો આંકડો પાર કરી ચૂકી છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,00,877 થઇ છે. જ્યારે 2,140 લોકોનાં મોત નીપજ્યા છે.