

ચીનથી દુનિયાના બાકી દેશોમાં ફેલાયેલો કોરોનાવાયરસ એકમાત્ર વાયરસ નથી. પહેલા પણ આવા અનેક વાયરસ ફેલાયા છે જે જાનવરોથી માણસો સુધી પહોંચ્યા. આવો જાણીએ દુનિયાના સૌથી ખતરનાક વાયરસો વિશે અને તે ક્યાંથી ફેલાય છે?


એક પ્રજાતિથી બીજી પ્રજાતિમાં પહોંચનારા વાયરસોને CST કહે છે. તેનું પૂરું નામ ક્રોસ સ્પીશીઝ ટ્રાન્સમિશન છે.


સૌથી પહેલા 1919માં સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 ફેલાયો હતો. તે ક્યાંથી ફેલાયો તેની જાણકારી નથી. પરંતુ તે વાયરસ સુવરના માધ્યમથી માણસોમાં ફેલાયો હતો.


1920ના સમયમાં HIV/AIDSનો વાયરસ ડેમોક્રેીટક રિપબ્લિક કાંગોમાં ફેલાયો હતો. આ વાયરસ ચિમ્પાન્જીથી મનુષ્યોમાં ફેલાયો હતો.


આફ્રીકી મહાદ્વીપમાં હાહાકાર મચાવનારો ઇબોલા વાયરસ સુદાન અને જૈરેથી દુનિયામાં ફેલાયો હતો. આ વાયરસ વાંદરાઓથી ફેલાયો હતો.


વર્ષ 1997માં બર્ડ ફ્લૂ હૉંગકૉંગથી ફેલાયો હતો. તે વાયરસ પાણીના પક્ષીના માધ્યમથી માણસોમાં ફેલાયો હતો.


સાર્સ એટલે કે સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વર્ષ 2002માં ચીનથી ફેલાયો હતો. આ વાયરસ સિવેટ કેટના માધ્યમથી ફેલાયો હતો.


મેર્સ એટલે કે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ દક્ષિણી અરબથી ફેલાયો હતો. આ વાયરસ ઊંટના માધ્યમથી ફેલાયો હતો.