1/ 5


દેશની ખાનગી વિમાન કંપની સ્પાઇસજેટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો એક પાયલટ કોવિડ-19થી અસરગ્રસ્ત છે અને તેનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કંપનીએ સમાચાર સંસ્થા પીટીઆઈને આ માહિતી આપતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.
2/ 5


કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે તેણે છેલ્લી ઉડાન ચેન્નાઈથી દિલ્હીની વચ્ચે ભરી હતી અને 21મી માર્ચની અંતિ ફ્લાઇટ બાદ તેણે પોતાની જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી દીધી હતી.
3/ 5


કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અમે તકેદારની ભાગરૂપે આ ફ્લાઇટના તમામ ક્રૂ મેમ્બરને 14 દિવસ ક્વૉરન્ટીનમાં રહેવા માટે મોકલી દીધાં છે. ઘટનાની ગંભીરતને ધ્યાને રાખી તમામ પગલાં ભરવામાં આવ્યા છે.
4/ 5


દેશમાં 29મી માર્ચના બપોરે 3.00 વાગ્યા સુધીમાં દેશમાં 970 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થયા છે અને તેમના 25 લોકોનાં મોત થયા છે.