Coronavirus Second Wave Updates: કોરોના વાયરસ (Covid-19)ના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારત (India)એ મેક્સિકો (Mexico)ને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 22 હજાર 408 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકા (US) પહેલા નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલ (Brazil)માં 4.07 લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ દર્દીઓનાં મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
4 મે મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,57,229 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,449 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,02,82,833 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,89,32,921લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં એક દિવસમાં 12,820 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 11,999 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કેસનો ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ નવા કેસની સંખ્યા 5000ની નીચે ગઈ છે. દરમિયાનમાં આજે 140 દર્દીનાં નિધન થયા છે. અમદાવાદમાં 4616 કેસ શહેરમાં નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
આ ઉપરાંત, 24 કલાકમાં સુરત શહેરમાં 1309, વડોદરા શહેરમાં 497, મહેસાણામાં 493, ભાવનગર શહેરમાં 431, રાજકોટ શહેરમાં 397, જામનગર શહેરમાં 393, સુરત જિલ્લામાં 347, જામનગર જિલ્લામાં 319, બનાસકાંઠામાં 199, કચ્છમાં 187, મહીસાગરમાં 169, ગાંધીનગરમાં 162, નવસારીમાં 160, દાહોદમાં 159, ખેડામાં 159, ગાંધીનગર શહેરમાં 155 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
જ્યારે 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 148, સાબરકાંઠામાં 141, ભાવનગરમાં જિલ્લામાં 140, જૂનાગઢ જિલ્લામાં 132, પાટણમાં 131, આણંદમાં 127, રાજકોટ જિલ્લામાં 127, વલસાડમાં 125, ગીરસોમનાથમાં 125, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103, ભરૂચમાં 101, અમરેલીમાં 99, છોટાઉદેપુરમાં 99, સુરેન્દ્રનગરમાં 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપીમાં 49, પોરબંદરમાં 44, ડાંગ 26, બોટાદ 14, મળીને કુલ 12,820 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)