નવી દિલ્હી. અનેક રાજ્યોમાં આંશિક લૉકડાઉન (Lockdown) અને નાઇટ કર્ફ્યૂ (Night Curfew)ના કારણે કોરોનાની બીજી લહેર (Corona Second Wave) થોડી નબળી પડી હોય એવું લાગી રહ્યું છે. આજે 42 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે જે રાહતની બાબત છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોવિડથી થનારા મોત (Corona Deaths)માં 73.88 ટકાની હિસ્સેદારી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત બાદ કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને આંધ્ર પ્રદેશનો નંબર આવે છે. (પ્રતીકાત્મક તસવીર)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 25 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,96,427 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,511 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,69,48,874 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,85,38,999 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં 475, વડોદરામાં 465, રાજોકટમાં 275, બનાસકાંઠામાં 110, સાબરકાંઠામાં 105, પંચમહાલમાં 101, કચ્છમાં 89, જામનગરમાં 1039, ખેડા, પોરબંદર, 87-87. સુરતમાં 267, ભરૂચમાં 81, જૂનાગઢમાં 140, ભાવનગરમાં 106, મહીસાગરમાં 52, પાટણમાં 47, નર્મદામાં 47, મહેસાણામાં 46, નવસારીમાં 46, ગીરસોમનાથમાં 43, વલસાડમાં 42, દેવભૂમિ દ્વારકામાં 41, અરવલ્લીમાં 36, ગાંધીનગરમાં 56, સુરેન્ગ્રનગરમાં 18, દાહોદમાં 29, તાપીમાં 13, મોરબીમાં 11, બોટાદમાં 9, છોટાઉદેપુરમાં 8, ડાંગમાં 7 મળી કુલ 3187 નવા કેસ નોંધાયા છે. જ્યારે 9305 દર્દી સાજા થયા છે. (પ્રતીકાત્મક તસવીર)