

NEET અને JEEની પ્રવેશ પરીક્ષાને લઈ સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ જ્યાં સરકારે પરીક્ષા યોજવા માટે મક્કમ મન કરી લીધું છે તો બીજી તરફ વિપક્ષ પાર્ટીઓ તેને ટાળવા માટે પ્રયાસશીલ બન્યા છે. આવો જાણીએ કે સરકારે કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ પરીક્ષાઓ યોજવા દરમિયાન શું ગાઇડલાઇન તૈયાર કરી છે.


પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતાં પહેલા ફેસ માસ્ક, હાથના ગ્લોવ્ઝ, હેન્ડ સેનેટાઇઝર, પીવાના પાણીની બોટલ રાખવા જરૂરી છે. સ્ટુડન્ટસે ફેસ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા ખૂબ જરૂરી છે.


પરીક્ષા કેન્દ્ર પર સ્ટુડન્ટસને ત્રણ લેયરનું માસ્ક આપવામાં આવશે જેથી તે જૂના માસ્કને ડિસ્પોઝ કરી દે. રિપોર્ટિંગ ટાઇમ ટુકડાઓમાં વિભાજીત થશે. એન્ટ્રી પહેલા થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. 99.4 ડિગ્રીથી વધુ તાપમાન હશે તો બાળકો માટે આઇસોલેશન રૂમની વ્યવસ્થા હશે.


પરીક્ષા હોલમાં એન્ટ્રીથી પહેલા દરેક સ્ટુડન્ટને સાબુ અને પાણીથી પોતાના હાથ ધોવા અનિવાર્ય. એડમિટ કાર્ડમાં દરેક દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હશે. દરેક સ્ટુડન્ટ વચ્ચે ઓછામાં ઓછું 6 ફુટનું અંતર રખાશે. સ્ટુડન્ટ્સને પણ જણાવવું પડશે કે તેમને કોરોના વાયરસ નથી અકે કોઈ અન્ય લક્ષણ પણ નથી. તેઓ કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હશે તો પણ જણાવવું પડશે.