નવી દિલ્હી : જો કોરોના વાયરસની (Coronavirus)વેક્સીન ન બનાવી તો ભારતમાં આવતા વર્ષના શરુઆત સુધીમાં મહામારીનું ભયાનક રુપ આવી શકે છે. 84 દેશોની ટેસ્ટિંગ અને કેસોના આંકડા પર આધારિત મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીના (MIT) શોધકર્તાએ આ ભવિષ્યવાણી કરી છે. એમઆઈટી રિસર્ચ મુજબ ફેબ્રુઆરી 2021 સુધી પ્રતિદિન 2.87 લાખ કેસની સાથે ભારત (Inida) દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ બની શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
એમઆઈટીની (MIT) આ સ્ટડી અમેરિકાના સ્લોએન સ્કૂલ ઑફ મેનેજમેન્ટના હાજીર રહમાનદાદ, ટીવાઈ લિમ અને જૉન સ્ટરમેને મળીને કરી છે. સ્ટડી મુજબ, ફેબ્રુઆરી 2021ના અંત સુધી ભારત કોરોના વાયરસનો સૌથી વધુ પ્રભાવિત દેશ હશે. આ પછી અમેરિકામાં પ્રતિદિન 95,400 કેસ, સાઉથ આફ્રિકામાં પ્રતિદિન 20,600, ઈરાનમાં 17,000, ઇન્ડોનેશિયામાં 13,200, યૂકેમાં 4200, નાઈજીરિયામાં 4000, તુર્કીમાં 4000, ફ્રાંસમાં દરરોજ 3300 અને જર્મનીમાં 3000 કેસ આવી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
શોધકર્તાઓએ અધ્યયન કરવા માટે એક માનક મૈથમૈટિકલ મૉડલનો ઉપયોગ કર્યો છે. આ મોડલ મહામારી વિજ્ઞાનીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. જેને SEIR (Susceptible, Exposed, Infectious, Recovered) મોડલ કહેવામાં આવે છે. તેમણે એ પણ અંદાજ લગાવ્યો છે કે સારવારના અભાવથી માર્ચ-મે 2021 સુધી દુનિયાભરમાં 20 કરોડથી 60 કરોડ કેસ અને 17.5 લાખ લોકોના મોત થઈ શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
સાથે એ પણ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્વને દોહરાવ્યું છે. કોરોનાનો સંક્રમણનો આ આંકડો ટેસ્ટિંગ પર નહી, પરંતુ સંક્રમણને ઘટાડવા માટે સરકાર અને સામાન્ય લોકોની ઈચ્છા શક્તિના આધાર પર અનુમાનિત છે. જોકે, શોધકર્તાઓએ સ્પષ્ટ કહ્યું કે પૂર્વાનુમાન ફક્ત સંભવિત ખતરાને બતાવે છે. કે ભવિષ્યમાં કેસની ભવિષ્યવાણી કરતું નથી. (પ્રતિકાત્મક તસવીર)