

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) વિકરાળ રૂપ લઈ રહ્યો છે. આ વાયરસથી બચાવવા માટે અનેક દેશ વેક્સીન વિકસિત કરવામાં લાગેલા છે. બ્રિટેનને તેમાં મોટી સફળતા મળી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)એ AZD1222એ ટ્રાયલ કર્યું છે, તેનાથી ઇમ્યૂન સિસ્ટમ સારી થવાના સંકેત મળ્યા છે. આ વેક્સીનનું ઉત્પાદન AstraZeneca કરશે.


ભારતીય કંપની સીરમ ઇન્ટિતેટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ આ પરિયોજનામાં સામેલ છે. આ ઉપરાંત, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ વેક્સીનનું ટ્રાયલ ભારતમાં પણ કરવા માંગે છે. કંપનીએ કહ્યું કે લાઇસન્સ મળતાં જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેવામાં આવશે.


વિશ્વની સૌથી મોટી વેક્સીન મેન્યૂફેક્ચરિંગ કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ અદર પૂનાવાલા (Adar Poonawalla)એ કહ્યું કે AZD1222ના પહેલા ચરણના ટ્રાયલમાં જ સારા પરિણામ સામે આવ્યા છે. અમે તેનાથી ખૂબ ઉત્સાહિત છીએ. આશા છે કે પરિણામ પોઝિટિવ હશે.


ભારતને મળશે વેક્સીનના 50 ટકા ડોઝઃ ઓક્સફર્ડનો પ્રોજેક્ટ સફળ થતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વેક્સીનના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. તેમાંથી 50 ટકા હિસ્સો ભારત માટે હશે અને 50 ટકા ગરીબ તથા મધ્યમ આવકવળા દેશોને મોકલવામાં આવશે. સરળ શબ્દોમાં સમજીએ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન સંપૂર્ણ પણે સફળ રહેતા ભારતને કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં મોટો ફાયદો થશે.


ટ્રાયલમાં શું જાણવા મળ્યું? - ધ લેજન્ડ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વેક્સીનને 1,077 લોકો પર ટેસ્ટિંગ કર્યું. આ લોકો પર થયેલા પ્રયોગમાં એ વાત સામે આવી છે કે વેક્સીનના ઇન્જેક્શનથી આ લોકોના શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ સફળત ઘણી આશા જન્માવે છે.


જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે પ્રાયોગિક કોવિડ-19 વેક્સીને 18થી 55 વર્ષની ઉંમરના લોકોમાં ડબલ ઇમ્યૂન સિસ્ટમ તૈયાર કર્યું છે.