

એસોસિયેટેડ પ્રેસ : ઈરાનમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. મોતના કબ્રસ્તાન બનેલા ઈરાનમાં હવે લોકો કોરોના વાયરસથી બચવા જાતજાતના નુશખા અપનાવી રહ્યા છે તેવામાં ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આ લોકોએ એક સોશિયલ મીડિયાને સાચો માની અને ઉંટવૈદદુ કરતા જીવ ગુમાવ્યા છે અને સમગ્ર વિશ્વમાં લાલબત્તી સમાન ઘટના ઘટી છે.


રાજધાની તહેરાનમાં મીડિયા અહેવાલોમાં ગરમાવો જોવા મળ્યો છે. 300થી વધુના મોત અને 1,000 લોકો આ ઉંટવૈદુના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઉંટવૈદુના મેસેજે લોકોના જીવ લઈ લીધા છે.


ઈરાનમાં લોકોએ કથિત રીતે મેંથોલ ગટગટાવી અને ઉંટવૈદુ શરૂ કર્યુ હતુ જેના કારણે કેટલાક લોકોએ આંખો ગુમાવી છે તો કેટલાકના જીવ ગયા છે.


ઈરાનમાં બ્રિટીશ શિક્ષકે આપેલા ઉપાય તરીકે ફારસી ભાષામાં આ મેસેજ થયો હતો. આ મેસેજ ફેક ન્યૂઝ હતો જોકે, તેના કારણે 300થી વધુ લોકોના જીવ ગયા છે.