દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે, જેથી લોકોને બંને પ્રકારના જોખમો વિશે જણાવી શકાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક દિવસમાં નવા કેસની આ સંખ્યા છેલ્લા 140 દિવસમાં સૌથી વધુ છે. ગુરુવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંક્રમણના કારણે એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,816 થઈ ગયો છે.