Home » photogallery » national-international » હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

mRNA Vaccine : જાણો શું હોય છે એમઆરએનએ બેઝ્ડ વેક્સિન, આ વેક્સિન કેવી રીતે તૈયાર થાય છે, ભારતમાં તેના માટે શું સંભાવનાઓ છે, કોરોનાની ત્રીજી લહેર પહેલા જાણવા જેવી વાતો

  • 110

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    mRNA પ્લેટફોર્મ પર તૈયાર થયેલી રસી કોરોના વાયરસ (Corona Virus) સામે સૌથી વધુ અસરકારક હોવાનું ફલિત થઇ રહ્યું છે. અમેરિકાની (USA) ફાયઝર (Pfizer) અને મોડર્ના (Moderna) કંપનીએ વિકસિત દેશોમાં કોરોના સામે લડાઈમાં આ પ્રકારની રસી આપી છે. અલબત્ત, આ પ્રકારની રસીનો સાર્વજનિક રીતે પ્રથમ વખત ઉપયોગ થયો છે. હવે ભારત પણ આ મામલે પોતાને સાબિત કરવા સ્થાનિક mRNA રસી બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.
    પ્રતીકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 210

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    પુણેની જેનોવાલ ફાર્માસ્યુટિકલ ફેઝ 1ના ટ્રાયલ માટે તૈયાર છે. અત્યારે રસી ડેવલપમેન્ટના તબક્કામાં છે. જેથી અત્યારે વધુ કહી ન શકાય. છતાં પણ ભારતનું આ પગલું વિકસિત દેશો અને ભારત માટે વધુ સારું સાબિત થઈ શકે છે.
    પ્રતીકાત્મક તસવીર: Shutterstock

    MORE
    GALLERIES

  • 310

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    HGC019 નામની આ વેકસીન જેનોવા અને અમેરિકાની HDT બાયોટેક કોર્પોરેશને સાથે મળીને બનાવી છે. કંપનીનું કહેવું છે કે, તેઓએ જ્યારથી 2020ના જાન્યુઆરીમાં સાર્સ કોવી 2 જીનોમ પ્રકાશિત થયો હતો, ત્યારથી તેમણે આ રસી પર કામ શરૂ કર્યું હતું. વેકસીનનો ઉંદર અને ગેરમાનવ પ્રાઈમેટ મોડલ પર સલામતી, રોગપ્રતિકારક શક્તિ, એન્ટિબોડી એક્ટિવેશનનું પરીક્ષણ કરાયું હતું.
    FILE PHOTO

    MORE
    GALLERIES

  • 410

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે 18-70 વર્ષની વયના 120 તંદુરસ્ત લોકોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ક્લિનિકલ ટ્રાયલ ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)ની ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી હેઠળ કરવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર ફેઝ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે અને ફેઝ 2ના ટ્રાયલમાં 18-75 વર્ષની વયના લગભગ 500 તંદુરસ્ત લોકોનો અભ્યાસ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 510

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    આ રસી ન્યુક્લિક એસિડ રસીની શ્રેણી હેઠળ આવે છે. જેમાં બીમારી પેદા કરતા વાયરસ અથવા પેથોજેનમાંથી જિનેટિક મટીરીયલનો ઉપયોગ થાય છે. જેથી શરીરમાં વાયરસ સામે ઈમ્યુન રિસ્પોન્સ સક્રિય થઈ શકે. શરીરમાં સંક્રમણનું કારણ જાણી શકે અને ભવિષ્યમાં આવા વાયરસના હુમલા સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી શકે તે માટે બધી રસીઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે.
    ગાવીમાં ચર્ચા દરમિયાન WHOએ વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને વાર્ષિક બૂસ્ટર ડોઝ અને સામાન્ય લોકોને દર 2 વર્ષે બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે.

    MORE
    GALLERIES

  • 610

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    બીજી તરફ પરંપરાગત રસીમાં ફક્ત બીમારી પેદા કરતા વાયરસને જ મૃત અને નિષ્ક્રિય કરી શરીરમાં નાંખવામાં આવે છે. પરંતુ ડીએનએ અથવા આરએનએ રસી જેવી ન્યુક્લિક એસિડ રસીઓમાં પેથોજેનનો જેનેટિક કોડ શરીરમાં દાખલ કરવામાં આવે છે. જે માનવ કોષને હુમલાને ઓળખી તેના બચાવ માટે રક્ષણાત્મક પ્રોટીન તૈયાર કરવા પ્રેરિત છે.

    MORE
    GALLERIES

  • 710

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    નોંધનીય છે કે, આ પ્રકારની રસીમાં વાયરસનું કોઈ જીવિત તત્વ નાંખવામાં આવતું નથી. તેથી આ રસીમાં બીમારી વધવાનું જોખમ રહેતું નથી. ઉપરાંત આ રસીનું ઉત્પાદન પણ સરળ છે. બીમારી લાવતા પેથેજનની માત્ર જીનોમ સિક્વન્સ જ મહત્વપૂર્ણ છે. સાર્સ કોવી 2નું જિનોમ સિક્વન્સ થયા પછી, મોડર્ના એમ આરએનએ બે મહિનામાં જ ક્લિનિકલ ટ્રાયલ માટે ગઈ હતી.
    ગાવીના એક અધિકારીએ જણાવ્યું કે, COVAX કોરોનાના નવા આવતા વેરિએન્ટ પર સતત ધ્યાન આપી રહ્યું છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 810

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    વાત માત્ર એટલી છે કે, રસી બનાવવાની આ પદ્ધતિ નવી છે. ડીએનએ અને આરએનર વેકસીન એચઆઈવી, ઝીકા વાયરસ જેવી બીમારીઓ માટે પણ વિકસિત કરવામાં આવે છે. કોરોનાના કારણે પ્રથમ વખત તેને લોકો પર ઈમરજન્સી ઉપયોગ કરવા મંજૂરી મળી છે.
    જેનોવાનું કહેવું છે કે, વેકસીન જે સ્પાઇક પ્રોટીન સાથે બનાવવામાં આવી રહી છે. તે કોરોના વાયરસના D614G મ્યુટેશન સાથે કામ કરે છે. આ વિશ્વવભરમાં મુખ્ય સ્ટ્રેઇન છે. વાયરસ સામે જેટલી રસી બનાવવામાં આવી છે, તે તૈયાર કરતી વખતે કોઈ પણ સ્ટ્રેન નહોતો. અત્યારે ઘણા સ્ટ્રેન છે. છતાં પણ તે રસી અસર કરી રહી છે. કંપનીનું કહેવું છે કે, કહે છે કે, HGC019 રસીમાં આપોઆપ વધતા saRNA પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ફાઈઝર અને મોડર્નાથી થોડું અલગ છે.

    MORE
    GALLERIES

  • 910

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    અલબત્ત બંને વેકસીનના કાર્ય કરવાની પદ્ધતિ સરખી છે. saRNA વેકસીનમાં વાયરસ એન્ઝાઇમ માટે કોડ હોય છે. પ્રોટીનનું ઉત્પાદન ઝડપથી થાય તે માટે તે મનુષ્યની કોશિકાઓમાં વાયરસની અનેક નકલો તૈયાર કરવામાં મદદ કરે છે. આ આપોઆપ વધતી હોવાથી તેનો નાનકડો ડોઝ પૂરતો છે. આ ઉપરાંત ફાઇઝર અને મોડર્નાની સરખામણીએ તેનો ખર્ચો પણ ઓછો આવે છે.

    MORE
    GALLERIES

  • 1010

    હવે ભારતમાં પણ બનશે ફાઇઝર અને મોડર્ના જેવી mRNA Vaccine, અહીં જાણો સંપૂર્ણ વિગતો

    રસી ઉત્પાદકે હજી સુધી માત્ર ફેઝ 1ના ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટા જ આપ્યા છે. તેને ઉત્પાદન સુધી પહોંચતા થોડો સમય લાગશે. કંપનીનું કહેવું છે કે, આગામી તબક્કામાં અમે ફેઝ 2 અને 3 ટ્રાયલ્સ માટે સંયુક્ત મંજૂરી લઈશું. ત્યારબાદ ઈમરજન્સી યુઝ માટે મંજૂરી લેવામાં આવશે. આ રસી 2-8 ડિગ્રી પર રાખી શકાય છે, જે ખાસ બાબત છે. જેનાથી તેના ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ મુશ્કેલી નહીં આવે.

    MORE
    GALLERIES