નવી દિલ્હી. બુધવારે કેન્દ્રીય પ્રધાન સુરેશ અંગાડીનું (Sunresh angadi) અવસાન થયું છે. તેમને કોરોના વાયરસથી (Coronavirus) ચેપ લાગ્યો હતો. સુરેશ અંગાડી મોદી કેબિનેટમાં રેલ્વે રાજ્યમંત્રી (state railway minister angadi dies) હતા. કોરોના વાયરસના ચેપ બાદ અંગાડીની દિલ્હીની એઈમ્સ (AIMS) હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ આંગડીના નિધન પર (PM Modi Morouns Death) શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું છે કે "સુરેશ આંગડી એક મહાન કાર્યકર હતા જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કર્યું".
અગાઉ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. મધ્યપ્રદેશની દામોહ લોકસભા બેઠકના ભાજપના સાંસદે ગુરુવારે ટિ્વટ કર્યું હતું કે, “મારો કોરોના રિપોર્ટ ગઈકાલે રાત્રે સકારાત્મક સામે આવ્યો છે, મંગળવારે મને મળેલા લોકોએ સાવધ રહેવું જોઈએ.” પટેલ સિવાય તેમના પ્રધાન સહયોગી અમિત શાહ , નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન, કૈલાશ ચૌધરી, અર્જુનરામ મેઘવાલ અને ગજેન્દ્ર શેખાવતને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.
દેશમાં કોરોના મહામારીના (Corona Epidemic)વધી રહેલા પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)આજે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીએ આ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના 63 ટકા એક્ટિવ કેસ આ સાત રાજ્યોમાં છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 700થી વધારે જિલ્લા છે પણ કોરોનાના જે મોટા આંકડા છે તે ફક્ત 60 જિલ્લામાં છે. તે પણ 7 રાજ્યોમાં. મુખ્યમંત્રીઓને સલાહ છે કે તે એક 7 દિવસનો કાર્યક્રમ બનાવે અને દરરોજ 1 કલાક આપે. વર્ચ્યુઅલ રીતે એક જિલ્લાના 1-2 લોકો સાથે સીધી વાત કરો.
રાજ્યમાં 23મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1372 નવા કેસ પોઝિટિવ (23 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1289 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 15 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.