Home » photogallery » national-international » Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

મહારાષ્ટ્ર (Maharashtra) અને આંધ્રપ્રદેશના (Andhra Pradesh) આંકડા ભેગા કરવામાં આવે તો આ બંને રાજ્યમાં જ આખા યૂરોપ (Europe)થી વધારે કેસ છે.

विज्ञापन

  • 17

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ ફેલાવાની ઝડપ વધી છે. હવે દેશમાં દરરોજ સરેરાશ 48-49 હજાર પોઝિટિવ કેસ આવી રહ્યા છે. બીજી તરફ દેશના તમામ હિસ્સામાં કોરોનાના ફેલાવાનું પ્રમાણ અલગ અલગ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી જેવા રાજ્યમાં એક લાખથી વધારે કેસ છે. ઝારખંડા, છત્તીસગઢ જેવા રાજ્યમાં પોઝિટિવ કેસ 10 હજારથી પણ ઓછા છે. ભારતમાં અમુક રાજ્ય કુલ પોઝિટિવ કેસ અને મોતના મામલે દુનિયાના અનેક દેશથી આગળ છે. મહારાષ્ટ્ર (Maharashtra) અને આંધ્રપ્રદેશના (Andhra Pradesh) આંકડા ભેગા કરવામાં આવે તો આ બંને રાજ્યમાં જ આખા યૂરોપ (Europe)થી વધારે કેસ છે.

    MORE
    GALLERIES

  • 27

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    ભારતમાં શુક્રવારે 48 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે દેશમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોવિડ 19ના કુલ કેસ 13.7 લાખ થઈ ગયા છે. જેમાં 4.55 લાખ કેસ એક્ટિવ છે. આશરે 8.50 લાખ લોકો કોરોનાના ચેપ બાદ સાજા થયા છે, જ્યારે 31,400 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોવિડ 19 ઇન્ડિયા પ્રમાણે ભારતમાં હાલ સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 9,615 કેસ સામે આવ્યા હતા. જ્યારે આ જ દિવસે આંધ્ર પ્રદેશમાંથી 8,147 કેસ સામે આવ્યા હતા. આ બંને રાજ્યના કેસને જોડવામાં આવે તો કુલ 17,762 પોઝિટિવ કેસ થાય છે.

    MORE
    GALLERIES

  • 37

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશમાં દરરોજ 17 હજાર નવા કેસ : મહારાષ્ટ્રમાં બુધવારે, ગુરુવારે અને શુક્રવારે ક્રમશ: 10576, 9,895 અને 9,615 કેસ સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં આ ત્રણ દિવસ દરમિયાન ક્રમશ: 6,045, 7,998 અને 8,147 કેસ સામે આવ્યા છે. જો મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના આંકડા જોડી દેવામાં આવે તો બુધવારે 16,621 કેસ સામે આવ્યા હતા. આ રીતે ગુરુવારે 17,893 અને શુક્રવારે 17,762 કેસ સામે આવ્યા છે. એટલે કે મહારાષ્ટ્રમાં દરરોજ સરેરાશ 16 થી 17 હજાર કેસ આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    યૂરોપમાં પણ દરરોજ 16-17 હજાર કેસ : સામાન્ય રીતે દેશ અને રાજ્યની સરખામણી સ્વાભાવિક ન લાગે પરંતુ મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશમાં દરરોજ સામે આવતા પોઝિટિવ કેસ અને યૂરોપના કેસ સમાન છે. વર્લ્ડોમીટર પ્રમાણે યૂરોપમાં બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ક્રમશ: 15,640, 17,233 અને 16,175 કેસ સામે આવ્યા છે. એટલે કે યૂરોપમાં જેટલા કેસ આવ્યા તેનાથી વધાારે કેસ ફક્ત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેસને જોડી દેવામાં આવે તો થાય છે. જોકે, શુક્રવારનો આંકડો હજુ અપડેટ થઈ રહ્યો છે. છતાં એટલું તો નક્કી જ છે કે આ આંકડો ભારતના બે રાજ્ય કરતા ઓછો હશે.

    MORE
    GALLERIES

  • 57

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    યૂરોપમાં દરરોજ  300-400 મોત : યૂરોપમાં બુધવારે, ગુરુવારે અને શુક્રવારે કોરોનાથી ક્રમશઃ 384, 357 અને 405 લોકોના મૃત્યું થયા હતા. એપ્રિલ અને મે મહિનામાં યૂરોપમાં દરરોજ એક હજાર જેટલા લોકોનાં મોત થઈ રહ્યા હતા. હવે આ મહાદ્વીપમાં મોતનું પ્રમાણ ઘટી ગયું છે. ભારતની વાત કરવામાં આવે તો અહીં દરરોજ 700થી વધારે લોકોનાં મોત થઈ રહ્યા છે. જેમાંથી અડધા તો ફક્ત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં થઈ રહ્યા છે. એટલે કે મોતના આંકડામાં આ ત્રણ રાજ્યની સંખ્યા યૂરોપ જેટલી થાય છે.

    MORE
    GALLERIES

  • 67

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    યૂરોપમાં બે લાખ લોકોનાં મોત : કોરોના વાયરસના સમાચાર પર નજર રાખી રહેલા લોકોને ખબર હશે કે એપ્રિલ અને મે મહિનામાં યૂરોપ આ મહામારીને કારણે ખૂબ જ ખરાબ રીતે પીડિત થયું હતું. આ જ કારણે અહીં કોરોનાને કારણે બે લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યૂરોપમાં સૌથી વધારે મોત ઉત્તર અમેરિકામાં (2.04 લાખ થયા છે. એશિયામાં અત્યાર સુધી કોરોનાને કારણે 87 હજાર લોકોનાં મોત થયા છે. દક્ષિણ અમેરિકામાં કોરોનાને કારણે 1.30 લાખ લાકોનાં મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 77

    Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!

    મહારાષ્ટ્રમાં 3.50 લાખ, તામિલનાડુમાં 2 લાખ કેસ : ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે 3.50 લાખ કેસ મહારાષ્ટ્રમાં છે. તમિલનાડુમાં 1,99,785 કેસ છે. દિલ્હીમાં 1.28 લાખ કેસ છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં 80 હજારથી વધારે કેસ છે. દેશમાં સૌથી વધારે 13 હજાર મોત મહારાષ્ટ્રમાં થયા છે.

    MORE
    GALLERIES