Coronavirus News Live Updates, 18 July 2021: ભારતમાં સતત 21 દિવસથી કોરોના સંક્રમિત કેસો (India Corona New Cases)ની સંખ્યા 50 હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત 103 દિવસમાં આજે સૌથી ઓછો મૃત્યુઆંક (Covid Deaths) નોંધાયો છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign)માં પણ ઝડપ જોવા મળી રહી છે. 14 દિવસમાં પહેલીવાર 50 લાખથી વધુ લોકોને કોરોના વેક્સીન (Covid Vaccine) આપવામાં આવી છે. નોંધનીય છે કે, 183 દિવસની અંદર 40 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આમ, રોજ સરેરાશ 22 લાખ વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,157 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 518 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,10,26,829 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 40,49,31,715 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 51,01,567 લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37 કેસ નોંધાયા છે. જેની સામે 110 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10075 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.71 ટકા છે. અત્યાર સુધીમાં 2,93,41,544 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 3,13,740 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)