Coronavirus Cases in India, 17 June 2021: ભારતમાં કોરોના (Coronavirus)ના કારણે થયેલા મૃત્યુની સંખ્યા 3.81 લાખને પાર પહોંચી ગઈ છે. રોજ નોંધાતા મૃત્યુઆંક બે હજારથી નીચે નથી નોંધાતા જે ચિંતાનું મોટું કારણ છે. બીજી તરફ, રાહતની વાત એ છે એક્ટિવ કેસ (Covid Active Cases)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 71 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 8 લાખે પહોંચ્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોના રિકવરી રેટ (Corona Recovery Rate) 95.93 ટકા થઈ ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુરુવાર 17 જૂને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 67,208 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2,330 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,97,00,313 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 26,55,19,251 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 84 લાખ 91 હજાર 670 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,03,570 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 8,26,740 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,81,903 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 298 કેસ નોંધાયા છે. જેની સામે 935 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10012 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.78 ટકા છે. અત્યાર સુધીમાં 2,10,39,716 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદમાં 48, સુરતમાં 73, વડોદરામાં 31, રાજકોટમાં 23, જૂનાગઢમાં 16, ગીર સોમનાથમાં 14, અમરેલી, આણંદમાં 10-10, જામનગરમાં 9, પોરબંદરમાં 8, કચ્છ, વલસાડમાં 7-7, ગાંધીનગર, ભરૂચમાં 6-6, દેવભૂમિ દ્વારકા, ખેડા, નવસારી, પંચમહાલ, ભાવનગર, સાબરકાંઠામાં 4-4, અરવલ્લી, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને નર્મદામાં 1-1 સહિત કુલ 298 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)