

ભારતમાં કોરોના (Covid 19) સંક્રમણના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના 78 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. બીજી તરફ એ પણ હકીકત છે કે કોરોનાની હજી સુધી કોઇ કોઇ દવા કે વેક્સીન નથી મળી. આ સ્થિતિમાં આયુષ મંત્રાલયે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઇઆર)ની સાથે મળીને કોરોના વાયરસથી લડવા માટે 4 મહત્વપૂર્ણ આર્યુર્વેદિક ઔષધિઓનું (Ayurveda) ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. જેમાં અશ્વગંધા, ગુડૂચી, યષ્ટિમધુ અને પીપળી દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ આ સપ્તાહથી શરૂ કરવામાં આવશે.


આયુષ મંત્રાલયે ગુરુવારે ટ્વિટ દ્વારા આ અંગે જાણકારી આપી છે. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી શ્રીપદ વાઇ નાઇકે ટ્વિટમાં કહ્યું કે આયુષ મંત્રાલય અને સીએસઆઇઆર કોરોના વાયરસની સારવાર માટે મળીને કામ કરી રહી છે. આ હેઠળ આવતા સપ્તાહથી 4 આયુર્વેદિક દવાઓનું ક્લિનિક્લ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.


મંત્રાલયના કહેવા મુજબ આ ટ્રાયલ પહેલા આરોગ્ય સેતુ એપ દ્વારા ચિહિન્ત વધુ જોખમ વાળા ક્ષેત્રોમાં કરવામાં આવશે. એ પછી તેનું ટ્રાયલ હેલ્થ વર્કર પર કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી, મુંબઇ, અમદાવાદ અને પુણે જેવા શહેરોના 50 લાખથી વધુ લોકોને આ ટ્રાયલનો ભાગ બનાવવામાં આવશે.


આયુષ મંત્રાલયે આ સિવાય અમુક કેસમાં આયુષ આધારિત રોગીને કેવા પ્રભાવા રહ્યા તેનું પણ અધ્યયન કરી રહ્યો છે. પહેલા ચરણમાં તે રોગીઓને અશ્વગંધા અને તે પછી અન્ય દવાઓ આપશે. જો કે આ તે વાત પર પણ નિર્ભર કરે છે કે તેમના લક્ષણોની પ્રતિક્રિયા કેવી છે અને સંક્રમણની ગંભીરતા કેવી છે. મંત્રાલયનો આ નિર્ણય તેવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ-વોકલ મંત્ર આપ્યો છે. મંગળવારે જ પીએમ મોદીએ ભારતના લોકોને આત્મનિર્ભર બનવાની વાત પર જોર આપ્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન લોકલ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે બીજા દેશો પર ભારતની નિર્ભરતા ઓછી કરવાની હાલ તાતી જરૂર છે.