કોરોના વાયરસની (Coronavirus) મહામારી એક વર્ષ બાદ પણ વેક્સીન (Corona Vaccine) શોધાઈ જવા છતાં જેસે થી એવી સ્થિતિમાં આવી ગઈ છે. ભારતમાં વધતા જતા કેસોની વચ્ચેની આ બીજી લહેર (Second Wave of Coronavirus) જીવલેણ સાબિત થઈ રહી છે. કોરોનાને કાબૂમાં લેવા માટે દેશના મધ્યપ્રદેશ (Madhya Pradesh) રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહીંયા કોરોનાના કેસ વધી જતા રાજ્યના ત્રણ મોટા શહેરોમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે. પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે. જોકે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યુ છે કે કોઈ પણ સ્થિતિમાં ગુજરાતમાં લૉકડાઉન લાગુ કરવામાં નહીં આવે. આજે રવિવારે પણ રાજ્યમાં મોટાપાયે વક્સીનેશન કરવામાં આવશે. રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1565 કેસ નોંધાયા છે. જેની સામે 969 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીના મોત થયા છે.
<br /> રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4443 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા છે. અત્યાર સુધીમાં 28,36,204 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 5,92,712 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી