Home » photogallery » national-international » COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

India Fights Corona: ભારતમાં 37 કરોડ 60 લાખથી વધુ લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા, હાલમાં 4,54,118 એક્ટિવ કેસ

  • 17

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    Coronavirus in India, 11 July 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,506 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,07,52,950 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 37,60,32,586 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 37 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    વિશેષમાં, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 99 લાખ 75 હજાર 64 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,526 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,54,118 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,08,040 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 37

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 43,08,85,470 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 18,43,500 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 47

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 53 કેસ નોંધાયા છે. જેની સામે 258 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10073 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.64 ટકા છે. અત્યાર સુધીમાં 2,76,27,473 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 3,02,282 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 11, સુરતમાં 13, વડોદરામાં 3, રાજકોટમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, ભરૂચમાં 3, મહીસાગર, મોરબી, જામનગર, વલસાડમાં 2-2, અરવલ્લી, બનાસકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, નવસારી, સાબરકાંઠામાં 1-1 સહિત કુલ 53 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 115, સુરતમાં 75, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 45, અમરેલીમાં 6, જામનગરમાં 3, ભાવનગરમાં 2 સહિત કુલ 258 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    COVID-19: દેશમાં 24 કલાકમાં 41,506 નવા કેસો નોંધાયા, 895 દર્દીનાં મોત

    ગુજરાતમાં અત્યારે કુલ 1151 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1143 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 812976 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES