COVID-19 in India: દેશને કોરોનાની બીજી લહેર (COVID-19 2nd Wave)થી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. મે મહિનાની શરૂઆતમાં કોરોના (Coronavirus)ના ડરાવનારા આંકડા મહિનાના અંતમાં ઘટવા લાગ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો (Covid Patients) ગ્રાફ ભલે ઝડપથી નીચે આવી રહ્યો છે પરંતુ ખતરો હજુ પણ ઓછો થયો નથી. સંક્રમણના નવા કેસો ભલે ઘટી રહ્યા છે પરંતુ 24 કલાકમાં નોંધાતા મૃત્યુના આંકડા (Corona Deaths) ચિંતા વધારનારા છે. હજુ પણ દેશમાં એક દિવસમાં 4 હજારથી વધુ દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
24 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,22,315 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,67,52,447 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,60,51,962 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 3794 નવા કેસ નોંધાયા છે ત્યારે 24 કલાકમાં 53 દર્દીઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં 8734 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,03,760 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રીકવરી રેટ 89.26 ટકા જેટલો પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 545, વડોદરા શહેરમાં 367, સુરત શહેરમાં 284, રાજકોટ શહેરમાં 178, જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા છે. સુરતમાં 161, વડોદરામાં 131, સાબરકાંઠામાં 130, આણંદમાં 125, રાજકોટમાં 125, પંચમહાલમાં 105, બનાસકાંઠામાં 99, મહેસાણામાં 99, પોરબંદરમાં 88, કચ્છમાં 87, ખેડામાં 85, પાટણમાં 84, ભરૂચમાં 82, અમરેલીમાં 81, જુનાગઢ શહેરમાં 68, ભાવનગર શહેરમાં 69 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
દેવભુમી દ્વારકા 58, જામનગર 54, નર્મદા 51, નવસારી 48, ભાવનગર 47, મહિસાગર 46, વલસાડ 44, ગીર સોમનાથ 42, ગાંધીનગરમાં 41 આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં 40 કરતા ઓછા કેસ નોંધાયા છે. અત્યારે 652 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે ત્યારે 74,482 દર્દીઓ સ્ટબલ છે. અત્યાર સુધીમાં કુલ 9576 દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)