India Corona Cases Updates, 15 July 2021: ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. 24 કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ફરી 40 હજારથી ઉપર નોંધાઈ રહી છે. પરંતુ રાહતની વાત એ છે સપ્તાહનો પોઝિટિવીટ રેટ (Corona Positivity Rate) 5 ટકાથી નીચે રહ્યો છે, હાલમાં તે 2.21 ટકા છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate)માં પણ સુધારો નોંધાતા તે 97.28 ટકાએ પહોંચી ગયો છે. ભારતમાં કુલ 43.80 કરોડ કોરોના ટેસ્ટિંગ (Corona Sample Testing) કરવામાં આવી ચૂક્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,806 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 581 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,09,87,880 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 39,13,40,491 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 34,97,058 લોકોને રસી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 3 કરોડ 1 લાખ 43 હજાર 850 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,130 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,32,041 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,11,989 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases)ની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 41 કેસ નોંધાયા છે. જેની સામે 71 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10074 યથાવત છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.69 ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતમાં બુધવારના દિવસ દરમિયાન 22 જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે જ્યારે બાકીના જિલ્લામાં 1-9 સુધી નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે ફક્ત 689 એક્ટિવ કેસ બચ્યા છે. આ પૈકીના 8 કેસ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ 8,13,583 દર્દીઓ સાજા થઈને પરત પોતાના ઘરે જતા રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)