Corona Pandemic in India, 21 July 2021: દેશમાં આજે અચાનકથી કોરોના મોત (Corona Deaths)ના આંકડામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. મૂળે મહારાષ્ટ્રમાં બેકલોગ મૃત્યુઆંક (Maharashtra Backlog Deaths)ને અપડેટ કરવાના કારણે એક દિવસમાં 4 હજારની નજીક મોતનો આંકડો નોંધાયો. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના (Coronavirus)ના કારણે 147 દર્દીઓનાં મોત થયા, જ્યારે 3509 બેકલોગ મૃત્યુઆંકને અપડેટ કરવામાં આવ્યો. આ પહેલા 9 જૂને બિહારમાં પણ બેકલોગ મૃત્યુઆંક (Bihar Backlog Deaths)ને અપડેટ કરવામાં આવ્યો હતો. તે દિવસે ભારતમાં મોતનો આંકડો 6,139 સુધી પહોંચી ગયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
બુધવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,015 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,998 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,12,16,337 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 41,54,72,455 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 34,25,446 લોકોને રસી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 3 લાખ 90 હજાર 687 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,977 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,07,170 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,18,480 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)